Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓગસ્ટમાં સતત બીજા મહિને નેશનલ સ્ટોક એક્સચેન્જનાં એક્ટિવ ક્લાઇન્ટ બેઝમાં વધારો થયો

  • September 25, 2023 

ભારતીય શેરબજારમાં એપ્રિલ મહિનાથી શરૂ થયેલ તેજી જુલાઈનાં અંતે અટક્યા બાદ ફરી ઓગસ્ટમાં બજારમાં નવા ઓલટાઈમ વટાવવાની સાથે નિફટીમાં 20,000નું ઐતિહાસિક લેવલ પ્રથમ વખત જોવા મળતા બજારમાં રોકાણકારોનો ઘસારો વધ્યો છે. ઓગસ્ટમાં સતત બીજા મહિને નેશનલ સ્ટોક એક્સચેન્જના એક્ટિવ ક્લાઇન્ટ બેઝમાં વધારો થયો છે. ડેટા અનુસાર NSEએ ઓગસ્ટમાં 8 લાખથી વધુ સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા છે. આ સાથે પ્લેટફોર્મ પર યુઝર્સની કુલ સંખ્યા 3.27 કરોડ થઈ ગઈ છે. એક્સચેન્જ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ ઓગસ્ટમાં એક્ટિવ યુઝર્સની સંખ્યા 3.27 કરોડ હતી, જે જુલાઈના 3.19 કરોડ યુઝર્સના આંકડા કરતા 2.5 ટકા વધુ છે.



આમ ગત મહિને 8.02 લાખ યુઝર્સ વધ્યા છે. એક વર્ષના ઘટાડા પછી NSEના એક્ટિવ ક્લાઇન્ટની સંખ્યામાં સતત બીજા મહિને વધારો નોંધાયો છે. જુલાઈ 2023માં NSEએ 10 લાખથી વધુ યુઝર્સ ઉમેર્યા હતા. હાલમાં NSEના કુલ યુઝર બેઝમાં ટોચના 5 ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો 60.8 ટકા છે, એક મહિના અગાઉ આ હિસ્સો 61.2 ટકા હતો. માર્કેટ એક્સપર્ટ અનુસાર સ્થાનિક બજારોમાં આશાવાદ યથાવત્ છે. જુલાઈ 2023માં 20,000ના લેવલ બાદ આગામી સમયમાં દિવાળી અને બાદમાં 2024ની ચૂંટણીને પગલે સરકાર દ્વારા સપોર્ટની આશાએ અર્થતંત્ર વધુ વેગવંતુ બનવાની સંભાવનાએ શેરબજારમાં વધુ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.



મિડ અને સ્મોલ-કેપ શેરની રેલી રિટેલ રોકાણકારોને આકર્ષી રહી. આ સિવાય વધી રહેલ આઈપીઓ અને નાના આઈપીઓના બમ્પર રિટર્ન પણ યુઝર બેઝના વધારામાં મહત્વના આભારી છે. ભારતની સૌથી મોટી સ્ટોક બ્રોકર ઝેરોધાના ગ્રાહકોની સંખ્યામાં 0.5 ટકાનો વધારો થયો છે અને કુલ આંકડો 64 લાખ પહોંચ્યો છે. એન્જલ વનના ગ્રાહકોની સંખ્યા 2.4 ટકાના વધારે 47 લાખ સુધી પહોંચી છે. ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા અને વધારાના ડીમેટ ધોરણે સીડીએસએલનો બજાર હિસ્સો સતત વધતો જાય છે. વાર્ષિક ધોરણે એનએસડીએલએ કુલ/વૃદ્ધિવાળા ડીમેટ ખાતાઓમાં 2.60 ટકા/8.10 ટકા માર્કેટ શેર ગુમાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application