Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો,છેલ્લા 6 વર્ષથી ફરાર હતો આરોપી

  • March 09, 2021 

નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તાપી જિલ્લા પોલીસવડા નાઓએ સુચના આપેલ હોય જે અનુસંધાને તાપી એસઓજી શાખાના પીઆઈ એચ.સી.ગોહિલ અને સ્ટાફ માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

 

 

 

 

તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે છેલ્લા છએક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી કાંતુભાઈ કોઠીયાભાઈ માવચી/ગામીત ધંધો-રીક્ષા ડ્રાયવર (ઉ.વ.40) રહે,ખેખડા ગામ, ધરીપાડા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર, નાને સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

એસઓજી એ ઝડપી પાડેલ આરોપીની પૂછપરછ હાથ ધરતા આરોપી વિરુધ્ધ બારડોલી પોલીસ મથકે થર્ડ ગુ.ર.નં.(1) 430/14 તથા (2) 1005/2014, પ્રોહી એક્ટની કલમ 66(1)બી 65એ,ઈ,116(2),81 મુજબ ગુન્હો નોધાયો હોય, આરોપીએ કબુલાત કરી હતી. હાલ પકડાયેલા આરોપીની સીઆરપીસી કલમ 41(1)(આઈ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application