વ્યારા નગરમાં આવેલ સાંઈમોલ કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલી લોકોને બોલાવી રૂપિયા ડબલ કરવાના નામે ઉઘરાણું કર્યું હતું જેમાં લોકોએ વિશ્વાસ રાખી પૈસા જમા કરાવ્યા પરંતુ ડબલ ન થતા છેવટે છેતરાયા હોવાનો અહેસાસ થતાં વ્યારા પોલીસ મથકે ચીટફંડ કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. જેના આધારે વ્યારા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારા નગરના વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં બીજા માળે કલ્પતરૂ મોટલ્સ કેબીસી એલ ઈન્ડીયા નામની કંપનીની ઓફિસ ખોલવામાં આવી હતી. જેમાં વ્યારા તાલુકાના પંચોલ ગામે રહેતા જગદીશભાઇ મણિલાલ ભાઈ ગામીત દ્વારા 2015માં કંપનીના એજન્ટ જયેશભાઈ રમેશભાઈ ગામીતના હસ્તે 30 હજાર રૂપિયા રોકાણ કર્યો હતા. જે પાંચ વર્ષે પાંચ તારીખે 60 હજાર રૂપિયા થવાનું જણાવી પૈસા જમા લઈ લીધા હતા ત્યારબાદ અન્ય લોકોએ પણ આ કંપનીમાં પૈસા રોકાણ કર્યા હતા હાલ પાકતી તારીખ હોવાથી જગદીશભાઈ ગામીત વ્યારાના સાંઈ મોલ ખાતે આવેલી કલ્પતરુ મોટલ્સ કેબીસીએલ ઇન્ડિયા નામની કંપનીમાં ઓફિસમાં આવ્યા હતા.
જોકે કંપનીના લોકો તાળું મારી નાસી છૂટ્યા હતા. બીજી તરફ રોકાણકારોના વ્યારા ઓફિસે આંટાફેરા વધી ગયા હતા. છેવટે છેતરાયા નો અહેસાસ થતાં જગદીશભાઈ મણિલાલ ગામીતે વ્યારા પોલીસ મથકે કલ્પતરુ મોટલ્સ કેબીસિએલ ઇન્ડિયા લિમિટેડ ના એજન્ટ જયેશભાઈ રમેશભાઈ ગામીત અને મેનેજર અભિલાષ નાયર અને હોદ્દેદારો માલિક સામે પણ રોકેલા નાણા ની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં અન્ય લોકોએ પણ મળી કુલ 1,99,800/- ની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ વ્યારા પીઆઇ રાકેશ પટેલ કરી રહ્યા છે.
ત્યારે તાપી જીલ્લામાં ચીટ ફંડના નામે ચાલતી કંપનીઓની પણ તપાસ હાથ ધરવામાં આવે અને ક્સુરવાર જણાય તો તેઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500