તાપી જીલ્લાના નાસતા ફરતા તથા બીજા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ હોય તેમજ તાપી જીલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય, જે આધારે પોલીસ ઈન્સપેક્ટરશ્રી એચ.સી.ગોહિલ, એસ.ઓ.જી. તાપીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, ચેતન ઉર્ફે મુન્નો ચંદુભાઇ ચૌધરી (રહે.મંગળીયા,કારપેટફળીયુ,તા.ડોલવણ,જી.તાપી) નાનો, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં. ૪૪૯/૨૦૧૬ પ્રોહિ એક્ટ કલમ ૬૬(૧) બી ૬૫ (એ) (ઇ) ૧૧૬(૨) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીને ડોલવણનાં મંગળીયા ગામે ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીની સી.આર.પી.સી ૪૧(૧) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500