Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં ટેટ-2 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ, 2,37,760 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા, 38,306 ઉમેદવાર ગેરહાજર

  • April 24, 2023 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ-2 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. રાજ્યના 8 મહાનગરમાં યોજાયેલી પરીક્ષામાં કુલ નોંધાયેલા 2,76,066 ઉમેદવારો પૈકી 86 ટકા એટલે કે 2,37,760 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે 38,306 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. આમ પાંચ વર્ષ બાદ યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.



રાજ્યમાં ધોરણ.6થી 8ના શિક્ષક માટેની શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-2) માટે રવિવારે બપોરના 3 થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાઇ હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર અને જામનગરમાં કુલ 926 પરીક્ષા કેન્દ્રોના 9,230 વર્ગખંડમાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. જેમાં સૌથી વધુ જુનાગઢ કેન્દ્રમાં નોંધાયેલા ઉમેદવારો પૈકી 90.45 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે સૌથી ઓછી અમદાવાદમાં 83.79 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


પરીક્ષામાં અમદાવાદમાં નોંધાયેલા 73,637 ઉમેદવારો સામે 61,701 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેવી જ રીતે ભાવનગરમાં 10,650 સામે 9,446 અને ગાંધીનગરમાં 29,618 સામે 25,598 ઉમેદવારો હાજર રહ્યા હતા, જામનગરમાં 6,761 સામે 6,077 ઉમેદવારો, જુનાગઢમાં 8,694 સામે 7,864 ઉમેદવારો, રાજકોટમાં 32,750 સામે 27,944 ઉમેદવારો, સુરતમાં 57,508 સામે 50,454 ઉમેદવારો અને વડોદરામાં 56,448 ઉમેદવારો સામે 48,676 ઉમેદવારો હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application