Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીડની 'ક્વોડ'ની પરિષદ રદ થતાં હવે જાપાનનાં હીરોશીમામાં યોજાશે

  • May 18, 2023 

ડેટ-સીલીંગ ક્રાઇસિસને લીધે અમેરિકાનાં પ્રમુખ જો બાયડને તેઓની પાપુઆ, ન્યૂગીની અને સીડનીની મુલાકાત રદ કરતા હવે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં બનેલા 'ક્વોડ'ની મીટીંગ મે’ની તારીખ 19 થી 21 વચ્ચે જાપાનનાં હીરોશીમામાં યોજાનારી G-7ની મીટીંગમાં અનુસંધાનમાં હિરોશીમામાં જ યોજાશે તેમ ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું. તે સર્વવિદિત છે કે આ 'ક્વોડ' જૂથ (ચીન સામે) પારસ્પરિક સલામતિના હેતુથી રચવામાં આવ્યું છે.






આ ક્વોડ બેઠક અંગે નવી દિલ્હીએ તો તદ્દન મૌન સેવ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન અલ્બાનીઝે કહ્યું હતું કે, સીડનીમાં તા.24મીએ મળનારી ક્વોડની મીટીંગ રદ્દ થઈ છે, પરંતુ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે સીડની આવવાના છે તે દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અંગે પણ ચર્ચા થશે. આ પછી જાપાનમાં યોજાનારી G-7 દેશોની શિખર પરિષદમાં હાજરી આપ્યા પછી તેઓ પાપુઆ-ન્યૂગિનીની મુલાકાતે 22મી મેના દિવસે જવાના છે.






બીજી તરફ ડેટ-સીલીંગને લીધે અમેરિકાના પ્રમુખ જો બાયડનને તેમની પાપુઆ-ન્યૂગીનીની અને સીડનીની મુલાકાત રદ કરવી પડી હતી. પરંતુ જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની મીટીંગમાં ઈન્ડો પેસિફિક વિસ્તાર અંગે ચર્ચા કરાશે. આ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં નૌકાયાનો માટે માર્ગ મુક્ત રાખવા વિષે પણ તે બેઠકમાં ચર્ચા થવાની છે, સાથે તે વિસ્તારમાં ચીનની વધતી જોહુકમી સામે ફિલિપાઇન્સને પણ સધિયારો આપવામાં આવશે.






ઉલ્લેખનીય છે કે, ફીલીપાઈન્સે પોતાના આર્થિક જળ વિસ્તારને જુદો તારવવા માટે તેણે 322 કી.મી.ની ત્રિજ્યામાં પાંચ જુદાં જુદાં 'બોઈઝ' રાખ્યાં છે જે પૈકીનું એક 'બોય' વ્હાઈટસના રીફ ઉપર પણ રાખ્યું છે. આ વિસ્તારમાં 2021માં ચીનના નૌકાદળે ઘૂસણખોરી પણ કરી હતી, તેથી ફિલિપાઇન્સ નવનિર્વાચિત પ્રમુખ ફર્ડીનાન્ડ માર્કોસ (જુનિયર) જેવો એક સમયે ચીન તરફી જ હતા. પરંતુ ચીનની જોહુકમીથી ચેતી જઈ તેઓએ અમેરિકા અને તેના સાથી દેશોનો આધાર લેવાનો નિર્ણય લેવો પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application