Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ ૨૨ સપ્ટેમ્બરે વાપી ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં સોહનરાજ શાહ ઍવોર્ડ કાર્યક્રમ યોજાશે

  • September 21, 2023 

વાપી ખાતેની શ્રી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજ અને મુંબઈની સોસાયટી દ્વારા આગામી શુક્રવાર ૨૨ સપ્ટેમ્બરના રોજ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં સવારે ૧૦:૪૫ વાગ્યે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના વરિષ્ઠ પત્રકાર વિકાસ ઉપાધ્યાયને ‘વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન’ના માધ્યમથી વિજ્ઞાનના લોકપ્રિયકરણ તથા વૈજ્ઞાનિક અભિગમના પ્રચાર પ્રસાર માટે પ્રતિષ્ઠિત ‘સોહનરાજ શાહ ઍવોર્ડ’ અને સિલ્વર મેડલ ઍનાયત કરાશે. આ કાર્યક્રમમાં ગાંધીવાદી ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફુરભાઈ બીલખીયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ખગોળવિજ્ઞાની અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે.રાવલ તથા આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન મિલનભાઈ દેસાઈ પણ ઉપસ્થિતિ આપશે.



મુંબઈ સ્થિત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ખગોળ વિજ્ઞાની ડો.જે.જે.રાવલના અધ્યક્ષપદ હેઠળ ૨૦ વર્ષ ઉપરાંતથી દેશમાં વિજ્ઞાન લોકપ્રિયકરણ તથા સંશોધનમાં સક્રિય અને ભારતના સાયન્સ ઍન્ડ ટેકનોલોજી મંત્રાલયનો વિજ્ઞાન લોકપ્રિયકરણનો રાષ્ટ્રીય ઍવોર્ડ સહિત અનેક ઍવોર્ડ મેળવી ચૂકેલી ‘ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી’ દ્વારા મૂળ સરીગામના મુંબઈ સ્થિત સ્વ.સોહનરાજ શાહના માતબર ફંડમાંથી સ્થાપિત આ ઍવોર્ડ અત્યાર સુધીમાં દેશમાં વિવિધ રાજ્યોમાં વિજ્ઞાનના પોપ્યુલરાઈઝેશન માટે નોંધપાત્ર કામગીરી કરનારા પ્રતિષ્ઠિત વિજ્ઞાનલેખકો અને વિજ્ઞાન સંચારકોને ઍનાયત થઈ ચૂક્યા છે. આ પ્રસંગે વિકાસ ઉપાધ્યાય લેખિત ‘વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન’ પુસ્તકનું પણ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વિમોચન કરાશે. તેમજ ડો.જે.જે.રાવલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખગોળ વિજ્ઞાની વાપીના આંગણે પધારી રહ્યા છે ત્યારે આ આયોજન દરમિયાન આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના અને અન્ય વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ સાથે ભારતના ચંદ્રયાનો, આદિત્ય ઍલ-૧ જેવા વૈજ્ઞાનિક પ્રકલ્પો અને ખગોળ વિજ્ઞાન સંબંધી વિષયે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી પણ યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application