અંકલેશ્વર શહેર ડી જી વી સી એલ પેટા વિભાગીય કચેરી દ્વારા આજ રોજ શહેરી વિસ્તારમાં રાજ્ય સરકાર ની ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત ૪૦ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન આપવા આવ્યા છે સાથે અન્ય લાભાર્થીઓ ને નિ:શુલ્ક વીજ કનેક્શન આપવા માટે નો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો ને તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી છેવાડાના લોકોને લાભ થઇ રહ્યા છે.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વપરાશના વીજ જોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે.
આ યોજનાનો લાભ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બીપીએલ લાભાર્થીઓ ઉપરાંત અન્ય ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧.લાખ ૨0 હજાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં રૂ ૧ લાખ થી વધુ ન હોય તેવા તમામ કુટુંબો ને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર ડી જી વી સી એલ પેટા વિભાગીય કચેરી દ્વારા અંકલેશ્વર ના શહેરી વિસ્તારમાં બી પી એલ લાભાર્થીઓ તેમજ નિર્ધારિત ઓછી વાર્ષીક આવક ધરાવતા કુટુંબો નો સર્વે હાથ ધરી ઝુપડપટ્ટી વીજળી કરણ યોજના અંતર્ગત સિંગલ ફેઈઝ વીજજોડાણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. સરકાર ની આ યોજના થી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ના ઘરમાં અજવાળું પથરાતા લાભાર્થીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માત, ચાલક અને ક્લીનરને પહોંચી ઇજા
April 08, 2025અબ્રામામાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત નિપજ્યું
April 08, 2025