Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી ટુ-એ૨ ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો

  • June 20, 2023 

‘ગુરબાની’નાં ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સનાં બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’નાં ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગતરોજ મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો, જેને હવે પંજાબ વિધાનસભાએ પણ મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં ‘શિખ-ગુરુદ્વારા એક્ટ' તો તે સમયની બ્રિટિશ સરકારનાં સમયમાં ઘડવામાં આવ્યો હતો.


તેમાં પંજાબની વર્તમાન ભગવંત માન સરકાર સુધારા કરવા માગે છે. આ અંગે માને કહ્યું હતું કે, આ પ્રસ્તાવનો એજન્ડા કેબીનેટ મિટીંગમાં પસાર કરાયા બાદ જૂનની 20મીએ મળનારા વિધાનસભાના વિશેષ સત્રમાં તે રજૂ કરવામાં આવશે. આ અંગે પંજાબ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ‘મુખ્ય મંત્રી ભગવંત માનનાં નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી-ટુ-એ૨- ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જયારે માને કહ્યું હતું કે, આ નિર્ણય વિશ્વભરમાં પ્રસરેલા શિખોની લાગણીઓને લક્ષ્યમાં લઈ એક સિંગલ-ચેનલ ઉપરથી ‘ગુરબાની' નિઃશુલ્ક ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News