પુણેના પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં કામ કરતા એક પોલીસ અધિકારી (પી.એસ.આઈ.) રાતો-રાત કરોડપતિ બની જતા આ વાતની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ અધિકારીએ એક ફેન્ટેસી ક્રિકેટ એપ પર એક ટીમ માટે ગેમ રમી દોડ કરોડનું ઈનામ જીત્યુ હતું. તેના ઘરમાં પણ ખુશીનો માહોલ હતો પણ આ વાત વાયુવેગે પ્રસરી ગયા બાદ ભાજપના એક સ્થાનિક પદાધિકારી એ આ પ્રકરણે ફરિયાદ કરી અધિકારી ફરજ દરમિયાન ઓનલાઈન જુગાર/ગેમ રમતા હોવાનો આરોપ કરતા હવે અધિકારીની તપાસ હાથ ધરાનાર છે. આ વાતથી હવે અધિકારીની ચિંતા વધી છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર ઓનલાઈન ગેમિંગમાં યુવાનો અટવાઈને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે તેવા ઉહાપોહ વચ્ચે પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટ સાથે જોડાયેલા સબ ઈન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેને ઓનલાઈન ગેમિંગમાં ઈંગ્લેન્ડ વર્સિસ બાંગ્લાદેશ મેચમાં દોઢ કરોડની લોટરી લાગી હતી.
આ વાત બહાર આવતા તેઓ તરત જ પ્રસિદ્ધિમાં આવી ગયા હતા. આ વાતથી ઝેંડે અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે આ ખુશી લાંબી ટકી શકી નહોતી. કારણકે આ ઈનામ જીત્યા બાદ હવે ઝેંડેની સ્થાનિક ડીસીપી તરફથી તપાસ હાથ ધરવામાં આવશે તેવું બહાર આવ્યું છે. આ બાબતે હવે વહીવટી અને કાયદાકીય બાબત તપાસી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટતા પિંપરી-ચિંચવડ પોલીસે કરી હતી. આ બાબતે પિંપરી-ચિંચવડના ભાજપના એક પદાધિકારી અમોલ થોરાતે આ બાબતની ફરિયાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરી છે. થોરાતે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે ઓનલાઈન ગેમ/જુગારની નાગચૂડથી યુવાનોને બચાવવાની વાત ચાલી રહી છે ત્યારે ઝેંડે ઓનડયુટી ઓનલાઈન જુગાર કેવી રીતે રમી શકે છે? તેથી આ બાબતે તપાસની માગણી કરી છે. હવે આ પ્રકરણે શું કાર્યવાહી થાય છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application