કેન્દ્ર સરકારે બાળ યૌન શોષણની પોસ્ટને લઈ X, Youtube અને Telegram સામે લઈ લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરી છે, જેમાં બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી હટાવવાની ચેતવણી અપાઈ છે. મંત્રાલયે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, જો સોશિયલ મીડિયા પરથી આવી પોસ્ટો હટાવવામાં નહીં આવે તો તેમની કાયદાકીય સુરક્ષા હટાવી દેવાશે અને કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, અમે એક્સ, યૂટ્યુબ અને ટેલીગ્રામને નોટિસ મોકલી છે.
તેમના પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સામગ્રી ન હોવાની ખાતરી કરવા આ નોટિસ મોકલાઈ છે. સરકાર આઈટી નિયમો હેઠળ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ઈન્ટરનેટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, આઈટી અધિનિયમ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ગુનાહિત અથવા હાનિ પહોંચાડતી પોસ્ટોને મંજુરી ન આપવી જોઈએ. જો તેઓ ઝડપી કાર્યવાહી નહીં કરે તો આઈટી અધિનિયમની કલમ 79 હેઠળ તેમની સુરક્ષિત કાયદાકીય સુરક્ષાને પરત લેવાશે અને ભારતીય કાયદા મુજબ પરિણામો ભોગવવા પડશે. ઉલ્લેખનિય છે કે, આઈ અધિનિયમ હેઠળ વિશેષ રૂપે કલમ 66E, 67A અને 67B CSAM સહિત આપત્તિજનક અથવા આપત્તિજનક સામગ્રીના ઓનલાઈન પ્રસારણ માટે સખત દંડ ફટકારવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500