Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિલેનિયમ માર્કેટના વેપારીનું રૂપિયા ૪૫.૫૪ લાખમાં ઉઠમણું

  • September 29, 2021 

કતારગામના નવી જીઆઈડીસીમાં અણાવેલા એમ્બ્રોઇડરીના કારખાનેદાર પાસે જોબવર્ક કરાવ્યા બાદ મજુરીના રૂપિયા ૪૫.૫૪ લાખ નહી ચુકવી ઉપરથી કારખાનેદારને ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાનનું શટર પાડી  ઉઠમણું કરી ફરાર થઈ ગયેલા રિંગરોડની મીલેનીયમ માર્કેટમાં રાધેક્રિશ્રા ફેશનના માલીક સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

 

 

 

 

કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બોટાદના ગઢડાના લાખણકા ગામના વતની અને હાલ શહેરમાં કતારગામ આંબાતલાવડી રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય સોહીલભાઇ ગોવિંદભાઇ માણીયા કતારગામ નવી જીઆઇડીસી ખાતા નં.૪૮૦ ના પહેલા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે.  સોહીલભાઈ પાસેથી  ગત તા  ૧૭ માર્ચ ૨૦૨૦થી  ૧૬ માર્ચ ૨૦૨૧ના સમયગાળા દરમિયાન રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં રાધેક્રિશ્ના ફેશનના નામે દુકાન ધરાવતા યશ બીપીનભાઇ મિયાણી ( રહે, શ્રીકુંજ ઍપાર્ટમેન્ટ, અક્ષરવાડીની બાજુમાં, અક્ષરચોક, કતારગામ,) એ રૂપિયા ૫૪,૧૦,૭૩૭નું એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવ્યું હતું. જે પૈકી પૈકી રૂપિયા ૩,૬૪,૯૧૩ ચૂકવ્યા હતા.

 

 

 

 

જયારે રૂપિયા ૪,૯૦,૮૦૦ નો માલ પરત કર્યો હતો અને બાકી નિકળતા રૂપિયા ૪૫,૫૪,૦૨૪ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે શરુ્આતમાં ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપ્યા બાદ  હવે પછી રૂપિયાની ઉઘરાણી કરવા મારી દુકાને આવીશ તો હુ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે કતારગામ પોલીસે સોહીલભાઇની ફરિયાદ લઈ યશ મિયાણ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application