ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા માંડવી તાલુકામાં આવેલ કાંકરાપાર ડેમ છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ રહ્યો છે.ડેમની સપાટીથી 3 મીટર ઉપરથી પાણી વહેતા હાલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કાકરાપાર ડેમ પર કરવામાં આવી છે. જેને પગલે રાત્રી દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદી પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે. વાત કરીએ માંડવી ખાતે આવેલ કાકરાપાર ડેમની તો કાંકરાપાર ડેમ પણ પ્રભાવિત થયો છે. અને છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ મહત્તમ સપાટીના ઉપરથી પાણી વહી રહ્યું છે.
હાલ આખો દેશ જ્યારે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાકરાપાર ડેમ ખાતે તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે. ડેમના 3 મીટર ઉપરથી વહેતા પાણીમાં કેસરી સફેદ અને લીલા રંગની લાઇટિંગ સાથે રાત્રી દરમિયાન નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.જોકે હાલ ડેમ ઓવરફ્લો હોઈ અને પાણીનું વહેણ પણ વધુ હોય જેથી તંત્ર દ્વારા ડેમની નજીક ન જવા માટે અપીલ કરી પોલીસ સ્ટાફ પણ તેનાદ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ તિરંગાની લાઇટિંગ સાથે ડેમનું પાણી વહેતું થતા કાંકરાપાર ડેમ સોળેકલાએ ખીલી ઉઠ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500