Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગટરમાં સફાઈ કામદારોના મોત મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી નોટિસ

  • April 19, 2023 

રાજ્યમાં ગટરની સફાઈ કરવા માટે ગટરમાં ઉતરેલા કેટલાક સફાઈ કર્મચારીઓના ઝેરી હવાથી ગંગૂળાઈને મોત થયાના કેટલાક બનાવ સામે આવ્યા છે. ત્યાર હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને ગટરમાં સફાઈ દરમિયાન કામદારોના મોત મામલે હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે.


માહિતી મુજબ,આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પણ ફટકારી છે તેમ જ આગામી 1લી મેના દિવસે રાજ્ય સરકારને વિગતવાર સોગંદનામુ રજૂ કરવા માટે આદેશ પણ કર્યો છે. જણાવી દઈએ કે, માનવ ગરીમા નામની એક સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં આ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં ગુજરાતમાં સાલ 1993થી 2013 એટલે કે 20 વર્ષ દરમિયાન આવા 152 કામદારોના ગટરમાં સફાઈ કરતી વખતે મોત નીપજ્યા હતા.


જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માગઅરજીમાં આરોપ છે કે આ કામદારોના મોતને લઈને પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવતી નથી. ઉપરાંત,જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવ્યા નથી. આવા સફાઈ કામદારોના કેસમાં રૂ. 10 લાખ વળતરની જોગવાઈ છે. તે વળતર પણ મૃતકના પરિવારોને હજી સુધી ચુકવવામાં આવ્યું નથી. આવા કિસ્સાઓમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application