ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો હતો. ત્યાર બાદ આ અંગે વિરોધ શરૂ થયો હતો. હવે આ મુદ્દે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. હવે આગામી સુનાવણી 21 જૂને હાથ ધરાશે.
ધોરણ-1ના પ્રવેશ સંદર્ભે વાલીઓમાં અસમંજસ હતું કે, પાંચ વર્ષે બાળકને શાળામાં પ્રવેશ મળશે કે નહી જેને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી છે તેવું પરિપત્રમાં જણાવ્યું હતું. આ બાબતને લઈને હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી છે અને આગામી સુનાવણી વેકેશન બાદ એટલે કે 21મી જૂને યોજાશે.
નવી શિક્ષણ નીતિ મુજબ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર જરૂરી છે. 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. વધુમાં 5મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ 9-12માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500