Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું

  • December 31, 2022 

મુખ્યમંત્રી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું છે. રુ. 30 ટિકિટ લઈને એન્ટ્રી લઈ શકાય છે. ફ્લાવર શો પાછળ 2 કરોડથી વધુનો ખર્ચ પણ કરાતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરના ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે "ફ્લાવર શો"નું આયોજન કરવામાં આવ્યું છે.


ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ભીડ ન થાય તે માટે 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે 2 વાગ્યાથી બંધ રહેશે. રૂપિયા.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન બાગ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આજે બપોરે 12 વાગ્યા બાદ ફ્લાવર શોમાં લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 12 વર્ષથી ઉપરના પ્રવેશ માટે રૂ. 30 ફી રાખવામાં આવી છે.


રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે અલગ ટિકિટ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જો કે, સ્કૂલના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોવાતી હોય છે તેવો ફ્લાવર શો આજે ખુલ્લો મુકાયો છે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ 150થી વધુ ફૂલો જોઈ શકશે.આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application