અંકલેશ્વર તાલુકાની સ્થાનિક સ્વરાજયની વર્ષ–ર૦ર૧ની સામાન્ય ચૂંટણીનું રણસિંગુ ફૂંકાય ગયું છે અને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતમાં દરેક પક્ષ દ્ધારા કંઈ રીતે સત્તા મેળવી શકાય તે બાબતે એડી ચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. તેવા સંજોગોમાં અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ભાજપના આગેવાનો અબુલ હાજી ઐયુબ બદાત, મૌલાના સમદ બદાત, રશીદ ભાઈ ચીમન (બદાત), જાવુદ્દીન હુસેન બદાત, ઐયુબ ભાઈ કોયા, ઈકબાલ ભાઈ કોલીયા, સેહજાદ સમદ હાસલોડ, સુલેમાન છોટા કોંઢિયા, ઇબ્રાહિમ આદમ કોયા, હાસીમ ભાઈ મહેતા, યુસુફભાઈ મહમદ નાંધલા (એનટુફેન), તેમજ ગામના અન્ય નવયુવાન કાર્યક્રરો દ્ધારા કોસમડી વોર્ડ નંબર ૧ માંથી ભાજપના ઉમેદવાર ચીમન ભાઈ નરસિંહ વસાવા વિજય બને તે દિશામાં તનતોડ મહેનત કરી રહયા છે.
શેરીએ શેરીએ ઘરે ઘરે ફરીને ખૂબ જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. કોસમડી ગામની જનતા પણ ભાજપ પક્ષનાં ઉમેદવારોને ઠેરઠેર જોરદાર આવકાર આપી રહી છે. અંકલેશ્વર તાલુકા પંચાયતનાં કોસમડી વોર્ડ નં.૧ માં ભાજપ નાં ઉમેદવાર ચીમનભાઈ નરસિંહ વસાવા, અને તેમનાં પુત્ર કોસમડી ગામના હાલના સરપંચ અજિત ભાઈ વસાવા દ્ધારા સમગ્ર કોસમડી વોર્ડ નં.૧ માં રહેતાં તમામ હાજર પ્રજાજનોને વોર્ડનાં ગામનાં બાકી રહેલા વિકાસનાં તમામ કામો પૂર્ણ કરવાના શપથ લીધા હતા. અને લોકોને અપીલ કરી હતી કે ભાજપને મત આપી વિજય બનાવશો. તેમજ કોસમડીના ગ્રામજનો દ્ધારા ભાજપનાં ઉમેદવારને ભારે આવકાર અને પ્રતિસાદ મળ્યો છે. આમ જોતાં આગામી તાલુકા પંચાયતની સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ પક્ષનાં હાલનાં આ ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થશે તેવો સ્પષ્ટ અણસાર દેખાઈ રહયા છે.(હનીફ માંજું દ્વારા અંકલેશ્વર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500