માહિતી વિભાગ દ્વારા તાપી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.મનિષા મુલતાનીનાં માર્ગદર્શન હેઠળ ડ્રીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી (DHEW) તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હસ્તકનાં વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકામાં કાર્યરત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” ઉજવણીના ભાગરૂપે જનમાસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ડ્રીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી (DHEW) દ્વારા તાલુકા શાળા વ્યારા ખાતે, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આસોપાલવ, લીમડો, સેવન, રેઇન ટ્રી અને સપ્તરણીનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ જેમાં વ્યારા નગરપાલિકા કોર્પોરેટરશ્રી જોનિલભાઇ ગામીત, તાલુકાશાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જિલ્લા વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર વ્યારા દ્વારા વોર્ડ નંબર-૩ માં આંગણવાડી નં.૯ ખાતે વૃક્ષારોપણ કરેલ જેમાં આંગણવાડી બહેનો અને બાળકો હાજર રહ્યા હતાં, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર વાલોડ દ્વારા વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં વેડછી સેવા સમિતિ પ્રદેશના કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, નર્સ હાજર રહી ભાગ લીધો હતો. વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર સોનગઢ દ્વારા સોનગઢ ગામમાં આંગણવાડી કેન્દ્ર નં. ૮ પર વૃક્ષારોપણ કરેલ જેમાં આંગણવાડી બહેનો અને બાળકો હાજર રહેલ, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર ઉચ્છલ દ્વારા વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર પર જ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફુલવાડી ગ્રામ પંચાયતના સભ્ય બિંદુબેન ધીરજીભાઇ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર નિઝર ખાતે કોર્ટના કેમ્પસમાં કોર્ટના કર્મચારીઓ હાજર રહી , દરેક તાલુકામાં વિવિધ જગ્યાઓએ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી ખુબ જ ઉમંગભેર કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500