Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા સહિત સમગ્ર દેશમાં આગામી તા.૦૯થી ૩૦ ઓગસ્ટ સુધી યોજાશે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ

  • July 26, 2023 

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી-મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે તાજેતરમાં ગુજરાત રાજયના મુખ્ય સચિવશ્રી રાજકુમારના અધ્યક્ષસ્થાને તાપી કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજયના સર્વે કલેકટરશ્રી, મ્યુ.કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ જોડાયા હતા. કોન્ફરન્સમાં થયેલ ચર્ચા અનુસાર આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ મુખ્ય પાંચ થીમ ઉપર યોજાશે. જેમાં અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર એક નિયત પથ્થરના સ્ટ્રકચર ઉપર ‘શિલાફલકમ’ શહીદોને શ્રધ્ધાંજલિ આપવી.



જન ભાગીદારીથી માટીના દીવા કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા કરી સેલ્ફી https://yuva.gov.in/meri_matti_ઉપર અપલોડ કરવી, વસુધાવંદન અન્વયે દરેક ગામમાં કોઇ એક સ્થળે અથવા અમૃત સરોવર ખાતે ૭૫ રોપા વાવીને અમૃત વાટિકા તૈયાર કરવી, સ્થાનિક વીરોને વંદન અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં યોજાશે. રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ ૯ ઓગષ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી યોજાશે. તા.૯ થી ૧૫ ઓગસ્ટ સુધી પંચાયતના તાલુકાઓના, તા.૧૨ થી ૨૦ નગરપાલિકાના, તા.૨૭ થી ૨૮ મહાનગર પાલિકાઓના યુવાનો કળશ લઇને તા.૨૯ તથા ૩૦માં દિલ્હીમાં યોજાનારા વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે.



મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના સાત તાલુકાઓમાંથી પણ માટીનો કળશ લઇને યુવાઓ દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આઝાદીના ૭૫મા વર્ષે આપણા દેશના વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજયભરના તાલુકાઓના ૭૫ સ્થળોના અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર આ વીર શહીદોની શિલાફલકમ(સ્ટોન ઉપર) શ્રધ્ધાંજલિનું આલેખન કરાશે. તેમજ તાલુકાઓમાં એક જ સ્થળે ૭૫ રોપા વાવીને વસુધાવંદન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા દેશભરમાં ઓગસ્ટ ૨૦૨૩માં યોજાનારા ‘મેરી મીટ્ટી મેરા દેશ’ કાર્યક્રમના ગુજરાતમાં સુચારૂ અમલીકરણનું માર્ગદર્શન આપવા સહિત સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેના આયોજન અંગે વિડિયો કોન્ફરન્સમાં વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application