કોન્વેન્ટ સ્કૂલના બે વિદ્યાર્થી કનોજિયા જશ અને ધનાની યુવરાજ લેવલ-૧માં ઉત્તીર્ણ થયા ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બોમ્બે એસોસિએશન ફોર સાયન્સ એજ્યુકેશન (BASE), નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ (NSCM) અને બેયર વાપી પ્રાઈવેટ લિ.ના સંયુક્ત ઉપક્રમે ધો. ૮થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કૌશલ્ય-આધારિત કસોટી Test Your Experiment Skills-૨૦૨૩ લેવલ-૧નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ હેન્ડબુક મુજબ ૩ કલાકના સમયમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો કરવાના હતા. જેમાં ૭૫ ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય છે. જેમાં વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલોનાં કુલ ૧૩ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
આ પૈકી St. Joseph E T High school ના બે વિદ્યાર્થીઓ કનોજિયા જશ અને ધનાની યુવરાજ લેવલ-૧માં ઉત્તીર્ણ થયા હતા અને લેવલ-૨ માટે ક્વોલિફાય થયા હતા. જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ડૉ.પી.કે.જોશી, ચેરમેન, બોમ્બે એસોસિએશન ફોર સાયન્સ એજ્યુકેશન (BASE) અને નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને ઉપયોગી સૂચનો આપ્યા હતા. Test Your Experiment Skills- ૨૦૨૩ લેવલ-૧નું આગામી આયોજન તા.૧૯ નવેમ્બર ૨૦૨૩, ૧૭ ડિસેમ્બર 2023ના રોજ થશે. જેમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ www.tinyurl.com/skilltestdscd01 પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. આ કાર્યક્રમના ભાગ રૂપે ડૉ.પી.કે.જોશી, ચેરમેન, બોમ્બે એસોસિએશન ફોર સાયન્સ એજ્યુકેશન (BASE), માલા નાયક (નિવૃત્ત આચાર્ય, મોડર્ન સ્કૂલ, મુલૂંડ), યોગેશ દુદુર્કર (શિક્ષણ સહાયક, નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ, ડૉ. જય પંડ્યા અને ડૉ. ધવલ પટેલ (શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ,ધરમપુર), અંકિત ચાવડા અને હેતલ પટેલ (મોડેલ સ્કૂલ, માલનપાડા)એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500