ઓલપાડ તાલુકાના બોલાવ ગામે મહાદેવ મંદિર ફળિયામાં રહેતા અને મૂળ તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તળાવના રહેવાસી મંદિરના પૂજારી તેની પત્ની સાથે ગતરોજ સવારના દુકાન માંથી બીડી મંગાવવા બાબતે પત્ની સાથે માથાકૂટ થતા ઉશ્કેરાયલા પુજારીએ ઘરમાં પડેલા કોઈતાથી પત્નીના માથાના ભાગે ચારથી પાંચ ઘા કરી ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પોલિસ પકડી જશે એવી બીકે પૂજારી એ ઘરમાં પડેલ એસિડ ગટગટાવી આત્મહત્યા કરી ચકચાર મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, નિઝરના રૂમકી તળાવ ગામના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામે મહાદેવ મંદિર ફળિયામાં રહેતા વિજયભાઈ વિક્રમભાઈ ગોસ્વામી તેની પત્ની સવીતાબહેન (ઉ.વ 54) સાથે મહાદેવ મંદિરના પૂજા કરવાનું પૂજારી તરીકે કામ કરે છે. ગતરોજ સવારે 7.30 વાગ્યાના અરસામાં વિજયભાઈ પથારીમાં બેઠા હતા અને તેમના ભાણેજ હર્ષ જણાવ્યું હતું કે, તું દુકાન જઈ મારા માટે બીડી લઈ આવ આ સમયે વિજયભાઈની પત્ની સવીતા બહેને વિજયભાઇને જણાવ્યુ હતું કે, હર્ષ હમણાં મારી સાથે ઘરમાં કામ કરે છે થોડી વાર થોભો હું ચાય બનાવવા માટે દૂધ લેવા માટે હર્ષને દુકાને મોકલું છું ત્યારે તે બીડી લઈ આવશે આમ જણાવતા વિજયભાઈ ઉશકેરાઈ ગયા હતા અને અપશબ્દ બોલવા માંડ્યા હતા અને ઘરમાં પડેલા કોઈતા વડે સવીતા બેનના માથામાં ચારથી પાંચ ઘા મારી દીધા હતા ઘા થી બચવા માટે હાથ આડા કરતા બંને હાથના અંગુઠા ઉપર ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ ભાણેજ હર્ષ દોડી આવી બુમાબુમ કરતા ગામ લોકોએ ભેગા થઈ ગયા હતા અને સવીતાબહેનને 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર માટે કિમની સાધના હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ સવિતા બહેનના પતિ વિજયભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની જાણ વિજયભાઈને પોલિસ પકડી જશે તેવી બીકથી ઘરમાં જ એસિડ ગટગટાવી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કીમ પોલિસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500