Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજસ્થાનનાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રીની નીચે પહોંચ્યું, દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું

  • November 29, 2024 

ઉત્તરભારતમાં સતત ઠંડી વધી રહી છે. રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. રાજસ્થાનનાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસ અંગે એલર્ટ જારી કરી છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ જારી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સંર્જાયેલુ દબાણ કેટલાક કલાકોમાં તોફાન ફેગલમાં પરિવર્તિત થઇ શકે છે. આ ચક્રવાત ઉત્તર પશ્ચિમ દિશામાં વધીને તમિલનાડુના કાંઠે ૩૦ નવેમ્બર સુધી પહોંચી શકે છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો સતત ઘટી રહ્યો છે. અહીં તાપમાન ૬.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તમિલનાડુ અને પુડુચેરીના તટીય વિસ્તારોમાં મંગળવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.


સતત વરસાદને કારણે પુડુચેરીની સ્કૂલો અને કોલેજોને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ પુડુચેરીના શિક્ષણ પ્રધાન અરુમુગમ નમસિવાયમે આપી હતી. તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાન ફેંગલને ભારે વરસાદ પડી શકે છે. જ્યારે તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઇ શકે છે. તમિલનાડુના કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલુપુરમ અને કડ્ડલોર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. તમિલનાડુમાં ખરાબ હવામાનને કારણે કેટલીક ફલાઇટોને પણ અસર થઇ હતી. કાશ્મીરમાં શ્રીનગર સહિતના સ્થળોએ સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધવામાં આવી હતી. શ્રીનગરમાં માઇનસ ૨.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કાઝીગુંડમાં માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં લઘુતમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલગામ વાર્ષિક અમરનાથ યાત્રાનું બેઝ કેમ્પ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application