Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તથ્ય કાર અકસ્માત બાદ પોલીસ જાગી: એક મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઈવ, સ્ટંટ કરતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે

  • July 26, 2023 

શહેરના એસજી હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની જેગુઆર કારની ટકકરથી નવ લોકોનાં જીવ ગયાં બાદ હવે પોલીસ જાગી હોય તેમ રાજ્યભરમાં ટ્રાફીક નિયમોના ભંગ સામે પોલીસ એક મહિના સુધી ખાસ ડ્રાઇવ ચલાવશે.રાજ્યમાં એક મહિના સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. સ્ટંટ કરતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે.




બીજી બાજુ શહેરના એસજી હાઇવે પર સ્પીડ લિમિટના માપદંડો અલગ અલગ જોવા મળી રહ્યાં છે જેના કારણે વાહનચાલકો પણ મૂંઝવણમાં મૂકાય છે. ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ થી તંત્રની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યાં છે.ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ વાહનોની સ્પીડના માપદંડો સામે અનેક સવાલો ઊભા થયા છે. એક બાજુ નબીરાઓ ઓવર સ્પીડમાં કાર હંકારે છે તો બીજી તરફ તંત્ર દ્વારા એક જ હાઇવે પરના ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ રાખવામાં આવી છે. ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર સ્પીડ લિમિટ અલગ અલગ છે. જો સ્પીડ ધીમી કરે તો ઓવર સ્પીડમાં આવતા વાહન ચાલકો અડફેટે લઇ અકસ્માત સર્જવાનો ભય રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application