Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સોનગઢ-બારડોલી હાઈવે પર કારમાંથી દારૂનાં જથ્થા સાથે સોનગઢનાં બે યુવકો ઝડપાયા

  • June 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ટીચકપુરા ત્રણ રસ્તા સોનગઢથી બારડોલી જતાં હાઈવે રોડ ઉપરથી નંબર વગરની કારમાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે સોનગઢનાં બે યુવકો ઝડપાયા હતા, જયારે બારડોલીનાં મોતા ગામનો ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ મોડી સાંજે ટીચકપુરા ત્રણ રસ્તા પાસે આવતા સોનગઢથી બારડોલી જતાં હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં ઊભા હતા. તે સમય દરમિયાન એક નંબર વગરની લાલ કલરની ફોર વીલ કારને ઇશારો કરી સાઈડમાં ઉભી રખાવી હતી.



ત્યારબાદ કારમાં સવાર બંને યુવકોને નીચે ઉતારી કારમાં ચેક કરતાં કારની ડીકીમાં બે રસાયણીક ખાતરની કોથળીમાં કંઈક સામાન ભરેલ હોય તે જણાતા પોલીસ સ્ટાફનાં માણસોએ ચેક કરતા બંને કોથળાઓમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 240 નંગ બાટલીઓ ભરેલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે બંને યુવકોનાં નામ પૂછતા ચાલકે પોતાનું નામ, વિજયભાઈ શરદભાઈ શીરશાટ (રહે.સોનગઢ, રેલવે સ્ટેશન રોડ, સાંઈ  ટાઉનશીપ, તા.સોનગઢ, જિ.તાપી)નાં હોવાનું જણાવેલ હતું અને ચાલકની બાજુમાં બેસેલ યુવકનું નામ પૂછતા તેને પોતાનું નામ, અક્ષયભાઈ અરવિંદભાઈ રાઠોડ (રહે.સોનગઢ, લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન રોડ, તા.સોનગઢ, જિ.તાપી)નાં હોવાનું જણાવ્યું હતું.



જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો રાહુલ નવીનભાઈ રાઠોડ (રહે.મોતા ગામ, તા.બારડોલી, જિ.તાપી) નાને પહોંચાડવાનો હતો જેથી આ કામે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે નંબર વગરની કાર જેની કિંમત રૂપિયા 2,50,000 અને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ જેની કિંમત રૂપિયા 12,000/- તથા મોબાઇલ 1 નંગ મળી કુલ રૂપિયા 2,64,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ સોનગઢનાં બંને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે બારડોલી તાલુકાનાં મોતા ગામનાં ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application