Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : લાંચ માંગવાના પ્રકરણમાં સિનિયર ક્લાર્ક ફરજ મોકૂફ કરાયો

  • December 18, 2020 

વ્યારા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કુમાર એમ.પટેલ એ  વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાકુંજ શાળાની માન્યતા રદ નહિ કરવા 10 લાખ ના લાંચ ની ડીમાન્ડ  કરી હતી. જે એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતા જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. પટેલ વતી પૈસા લેવા ગયેલ કલાર્ક પૈસા લીધા વગર ભાગી ગયો હતો. જે પ્રકરણમાં ક્લાર્ક રવિન્દ્ર પટેલની બદલી સાથે ફરજ મોકૂફ નો ઓર્ડર કરી દેવાયો હતો. 

 

 

 

 

મળતી માહિતી અનુસાર ગત ઓક્ટોબર માસમાં  તાપી જિલ્લાની એક  ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી,

 

 

 

 

જે માંગણી મુજબ ભરત પટેલે કલાર્ક ને રકમ લેવા મોકલી આપ્યા હતો બીજી તરફ એસીબીએ છટકુ ગોઠવેલું હોવાની  જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયાન એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી જે લાંચ પ્રકરણમાં રવિન્દ્રભાઈ એસ.પટેલ સિનિયર ક્લાર્ક વ્યારા જિલ્લા શિક્ષણ કચેરી ને કમિશનર ઓફ સ્કુલ ગાંધીનગર દ્વારા ભરૂચ ખાતે બદલી અને ફરજમોકૂફ નો ઓર્ડર કરી દેવાયો હતો આ અંગે તાપી જિલ્લા ઈન્ચાર્જએ જણાવ્યું હતું કે, લાંચ પ્રકરણ ના સિનિયર ક્લાર્ક ની બદલી અને ફરજ મોકૂફ નો ઓર્ડર કરી દેવાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application