Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી ના જમીન વિકાસ નિગમના વર્ગ-3 ના કર્મીની અપ્રમાણસર 1 કરોડથી વધુ ની મિલકત મળી, એસીબીએ ગુનો નોંધ્યો

  • January 13, 2021 

ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના ફીલ્ડ આસીસ્ટન્ટ વર્ગ-3 ના કર્મચારીએ સત્તાનો દુરુપયોગ કરી પોતાની આવક કરતાં ૧૩૭.૮૧ ટકા  વધુ અપ્રમાણસરની મિલકત પોતાના સગા સબંધીઓ અને સ્નેહીજનોના નામે વસાવી લેતાં તાપી એસીબીએ તેમની સામે ભ્રષ્ટાચાર અધીનીયમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

 

 

જમીન વિકાસ નિગમ લી, ના તાપી જીલ્લાના વ્યારા ખાતેના ફિલ્ડ આસીસ્ટન્ટ (હાલ નિવૃત,વર્ગ-૩ ના કર્મચારી) રામભાઈ કમાજી ઠાકોર ફરજ દરમીયાન સત્તાનો દુર ઉપયોગ કરી મીલકતો વસાવી હોવાના આક્ષેપો બાદ તપાસ કરવામાં આવી હતી.

 

 

રામભાઈ ઠાકોર સામે થયેલી અરજીની તપાસ દરમીયાન એસીબીએ તેમના પરીવારના સભ્યોના મીલકત સબંધી પુરાવાઓ બેંક ખાતાઓ વીવીધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી તથા નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

 

 

તેમાં રામભાઈ ઠાકોરએ હોદ્દાની રૂએ ફરજ દરમીયાન દેખીતા સાધનોમાંથી થયેલી કુલ આવક ૭૬,૧૯,૦૭૪/- ની સામે તેમણે કુલ ખર્ચ અને રોકાણ કર્યું હતું તે રકમ ૧,૭૮,૩૪,૮૨૧/- આમ તેમના દ્વારા રૂપિયા ૧,૦૨,૧૫,૭૪૭/- ની વધુ અપ્રમાણ સર મીલકતો વસાવી હોવાનું પ્રમાણ થયુ હતું. આ મીલકતો તેમની આવકની સરખામણીએ ૧૩૭.૮૧ ટકા જેટલી વધારે છે.

 

 

તેના પગાર અને બેંક એકાઉન્ટ તથા આશ્રીતોની તપાસ કરતા બેંક એકાઉન્ટના ચેક સમય ૧/૪/૨૦૦૯ થી ૩૧/૧૨/૨૦૧૭ સુધીમાં કુલ રૂપિયા ૨૯,૧૭,૩૪૭/- ની રોકડ રકમ જુદા જુદા બેંકના એકાઉન્ટોમાં જમા હોવા ઉપરાંત રોકડ રકમથી સ્થાવર મીલકત ખરીદી ખર્ચ રૂપિયા ૪૯,૯૨,૬૦૦/-  કર્યો છે. તેમજ ચેક પીરીયડના સમય ગાળા દરમિયાન બેંક ખાતાઓ માંથી ઉપાડેલ રકમ રૂપિયા ૧૪,૮૨,૩૦૦/- પુરા છે,

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application