સમગ્ર તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણી યોજાઈ છે.
લોકશાહીના મહાપર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વધુમાં આ વખતની ચુંટણી જિલ્લા માટે કંઈક ખાસ છે.
જિલ્લા પ્રોજેક્ટ મેનેજર માધવ સુથાર, ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓફિસર જયમલ ચૌધરી અને ડિસ્ટ્રીક્ટ ઈન્ફોરમેટિક ઓફિસરએન.આઈ.સી ઈશક એહમદની સંયુક્ત આઈ.ટી. ટીમ દ્વારા રાજ્યની સ્થાનિક ચુંટણી માટે ઇ-ડેશબોર્ડની રચના કરવામાં આવી છે જેમાં ગ્રાફ સહિત દર 15 મિનિટે ઓટોમેટિક અપડેટ થશે.
https://tapi.gujarat. gov.in/dp-polling લિંક પરથી આ ડેટા જાણી શકાશે વધુમાં આ ઇ-ડેશબોર્ડ ફક્ત તાપી જિલ્લાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વેબ સાઈટમાં જિલ્લા/તાલુકા અને નગરપાલિકાની ચુંટણીના ડેટા જાણવા તબક્કાવાર ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયતની વાત કરીએ તો તેમાં સૌથી ખાસ વાતએ છે કે આ વેબસાઈટ પર તમામ સ્તરની ચુંટણીને લઈને 2015ના ડેટા વિગતવાર આપવામાં આવેલ છે જેમાં ત્રણેય ચુંટણીમાં તાપીમાં કેટલા ટકા મતદાન થયું, ગુજરાતમાં કેટલું થયુ હતુ.
ગુજરાતની દ્રષ્ટિએ તાપીમાં કેટલા ટકા મતદાન થયું હતું. પુરુષોએ કેટલું મતદાન કર્યુ તથા તેની ટકાવારી, મહિલાઓએ કેટલું મતદાન કર્યુ તથા તેની ટકાવારી અને કુલ મતદાન જેવી વિગતો આ વેબસાઈટમાં સામેલ છે અને આ ચુંટણીના ડેટા પર દર 15 મિનિટે વેબસાઈટ પર અપડેટ થતા રહે છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500