વ્યારાના વાઘઝરી ગામેથી ગેરકાયદેસર રીતે લઇ જવાતા ખેરના લાકડાં ભરેલ પિકઅપ ટેમ્પો ઝડપી પાડવામાં વ્યારા ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ તાપી ડીસીએફ અને એસીએફ સાહેબના માર્ગદર્શન અને અને સૂચના મુજબ આજરોજ વ્યારા રેંજના ફોરેસ્ટ ઓફિસર એ.એલ.પ્રજાપતિ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાઘઝરી ગામના રસ્તા પરથી એક પિકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/ટી/૨૪૦૦ ને ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પોમાંથી ખેરના લાકડા નંગ ૧૪૦ જેની કિંમત રૂપિયા ૧ લાખ નો ખેરનો જથ્થો મળી આવ્યો હતો, જોકે લાકડા ચોરો નાશી છૂટ્યા હતા. ફોરેસ્ટ વિભાગે ખેરના લાકડા સહિત ટેમ્પોની કિંમત રૂપિયા ૨ લાખ મળી કુલ રૂપિયા ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application