Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : હાઇવેને અડીને આવેલ હોટલો સામે આડેધડ પાર્કિંગના કારણે માર્ગ અકસ્માત જોખમ વધ્યું,વાંચો ખાસ અહેવાલ

  • March 21, 2023 

તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર મન ફાવે તેમ ખાસ કરીને હોટલ સામે કે હાઇવેની વચ્ચે વાહન ઊભા રાખી દેવાની નાગરિકોની કુટેવ ધીમે-ધીમે જોખમી સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને વ્યારા અને સોનગઢ,બાજીપુરા અને ઉચ્છલ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવેને અડીને આવેલ હોટલો સામે તે પણ હાઇવેની બિલકુલ બાજુમાં આડેધડ પાર્કિંગના કારણે માર્ગ અકસ્માતનું પણ જોખમ વધ્યું છે.



આ સ્થિતિ નિવારવા માટે ટ્રાફિક પોલીસે હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવી જ જોઈએ, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ પર આવેલ ખાસ કરીને હોટલો સામે ભરચક ટ્રાફિક રહેતો હોય છે.આ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો હાઇવેની બાજુમાં આવેલા હોટલ-રેસ્ટોરન્ટ માટે પોતાના વાહનો લઇ મોટી સંખ્યામાં ઊમટી પડે છે અને તેઓ હાઇવેની સાઈડ પર જ આડેધડ પાર્કિંગના કારણે અકસ્માતનું જોખમ પણ ઊભું થતું હોય છે.


તસ્વીરમાં આપ જોઈ શકો છે સોનગઢના માંડલ ગામના ટોલનાકા પાસે આવેલ કેબીન-હોટલો સામે અને વાલોડના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવેને અડીને આવેલ હોટલ બહાર તે પણ હાઇવે પર આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવ્યા છે, આ રીતે પાર્કિંગ કરવામાં આવતા વાહનોને કારણે અકસ્માતનું જોખમ ઉભું થયું છે.


અત્રે ઉલ્લેખનીય છેકે, નેશનલ હાઇવે નંબર-૫૩ પર હાઇવેની આજુબાજુમાં નાની દુકાનો ખોલી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જરૂરીયાતમંદ લોકો દ્વારા નાની કેબીન/દુકાનો ખોલવામાં આવે તો નેશનલ હાઇવેના કર્મીઓ દ્વારા તાત્કાલિક દુકાનો બંધ કરાવી જગ્યા ખાલી કરાવવા માટેની સુચના આપવામાં આવે છે,ત્યારે માંડલ ગામના ટોલ નાકા પાસે જ કેબીન-હોટેલ ઉભી કરી દેવામાં આવી છે, તે પણ નેશનલ હાઇવેનું માર્જીન છોડ્યા વિના, જેના કારણે હાઇવેની સાઈડ પર આડેધડ પાર્કિંગના કારણે અકસ્માતનું જોખમ ઊભું થયું છે,




ત્યારે આ કેબીન-હોટલો સામે હાઇવે પર પાર્કિંગ કરવામાં આવેલ વાહનોને કારણે અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઇવે ઓથોરીટીને રહેશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે આ બાબતને જિલ્લા પોલીસવડા ગંભીરતાથી લઇ અસરકારક કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application