લાંચના અનેક કિસ્સાઓ અખબારના પાને ચઢવા છતા હજુ ભષ્ટ્રાચારીઓની માનસિકતામાં કોઇ સુધારો આવતો નથી.એન્ટીકરપ્શન બ્યુરો(એસીબી)ની ટીમે રૂપિયા 10 લાખ ની લાંચ માંગવાના ગુનામાં તાપી ના જીલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્ક ની ધરપકડ કરી છે. શાળાને આપેલ નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા 10 લાખની માગણી કરી હતી, જો કે આરોપીઓ એસીબીના છટકામાં સપડાયા નહોતો પણ લાંચના છટકા દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.
ડીઈઓ-ભરતભાઇ પટેલએ નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખ ની લાંચની માંગણી કરેલ
મળતી માહિતી અનુસાર ફરિયાદી ટ્રસ્ટ સંચાલીત વિધ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આરોપી ભરતભાઇ મંગળભાઇ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી, જી.તાપી નાઓએ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપેલ હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટીસ શાળાને મોકલવામાં આવેલ હતી. આ બાબતે આરોપી ભરતભાઇ પટેલ ના સાથે ફરીયાદીએ રૂબરૂમાં મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા ડીઈઓ-ભરતભાઇ પટેલએ નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખ ની લાંચની માંગણી કરેલ.પણ ફરિયાદીએ એસીબીને જાણ કરી દીધી હતી. જેના આધારે એસીબીએ આરોપીને પકડવા ગઇકાલ તા.16-ઓકટોબર નારોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
ક્લાર્ક રવિન્દ્રકુમાર ને શંકા જતા તે છટકી ગયો હતો.
દરમ્યાન આરોપી એ લાંચની રકમ લેવા માટે રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલ, (ઢોઢીયા પટેલ) કલાર્ક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી,વ્યારા, વર્ગ-3 નાઓને લાંચની રકમ આપવા જણાવતા ફરીયાદી લાંચની રકમ લઇને ગયા હતા પણ ક્લાર્ક રવિન્દ્રકુમાર ને શંકા જતા તે છટકી ગયો હતો.
એસીબીના મદદનીશ નિયામક અધિકારી એન.પી.ગોહિલ ના માર્ગદર્શનમાં પી.આઇ. વી.એ.દેસાઇએ કામગીરી કરી હતી.
જો કે, એસીબીની ટીમે (1) ભરતભાઇ મંગળભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી,જી.તાપી, વર્ગ-1 (2) રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલ, (ઢોઢીયા પટેલ) કલાર્ક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, વ્યારા, વર્ગ-3 બંને જણાની ધરપકડ કરી લીધી છે. એસીબીના મદદનીશ નિયામક અધિકારી એન.પી.ગોહિલ ના માર્ગદર્શનમાં પી.આઇ. વી.એ.દેસાઇએ કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500