વધતા જતા અકસ્માત ના કેસોને અટકાવવા ને માટે સમયાંતરે તાપી જિલ્લા માં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવે છે,જે મુજબ નેશનલ હાઇવે પર 53 પર પોલીસ દ્વારા હેલ્મેટ વગર ના ચાલકોને ઝડપી દંડની કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વ્યારા થી પસાર થતા નેશનલ હાઇવે 53 પર ખાસ હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને દંડાયા હતા,
આશરે 35 થી વધુ હેલ્મેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ દંડ ની કાર્યવાહી હાથ ધરી હતી, જેને પગલે કાયદા નો ભંગ કરતા આવા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500