Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરાઈ, વ્યારામાં સેફટી ગાર્ડનું વિતરણ

  • January 08, 2025 

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના અને ગંભીર ઈજાઓ પહોંચતી હોવાના બનાવો પણ સામે આવતા હોય જ છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે તાપીમિત્ર અખબારના તંત્રી મહેશભાઈ પ્રજાપતિ દ્વારા વાહન ચાલકોને વિના મૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે તાપીમિત્ર અખબારના સહયોગ અને સ્થાનિક મીડિયા કર્મીઓના સાથ સહકારથી બાઈક ચાલકો માટે સેફ્ટી ગાર્ડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.


તાપી જિલ્લાના વ્યારામાં ઉનાઈ નાકા પાસે તા.7મી જાન્યુઆરી 2025 સાંજે 4:00 કલાકે યોજાયેલ સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમમાં અંદાજિત 500 જેટલા સેફ્ટી ગાર્ડ સ્થળ પર જ બાઇકમાં ફીટિંગ કરી આપવામાં આવ્યા હતા.બાઈક ચાલકોએ પણ આ કાર્યને હોંશે હોંશે વધાવી લઈને આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાપીમિત્ર અખબારના તંત્રી મહેશભાઈ પ્રજાપતિ અને મીડિયાકર્મીઓ પોતે પણ રસ્તા ઉપર આવી નાગરિકોને સેફ્ટી ગાર્ડ લગાડવા સમજણ આપી હતી.ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી.



કાર્યક્રમમાં તાપીમિત્ર અખબારના તંત્રી મહેશ પ્રજાપતિ અને ટીમ સહિત મીડિયાકર્મીઓ અનુપભાઈ ભટ્ટ, હરીશભાઈ શાહ,સુરેશભાઈ વાધવાણી, અબરારભાઈ મુલતાની, હેમંતભાઈ ગામીત તેમજ નગરના આગેવાનો વિશેષરૂપ થી ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત મીડિયાકર્મીઓએ અને નગરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application