નિઝર તાલુકાના વેલ્દા ગામમા ખેડુતના ખેતરમા રોટરી મારવા જઈ રહેલા ૨૪ વર્ષીય યુવાનનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. પરીવારનો એકમાત્ર યુવાન દીકરાના મોતથી ગમગીન ફેલાય હતી. મહારાષ્ટ્રના નંદુરબારના ધુળવદ ગામના ખેત મજુરી કરતા શિવરામભાઈ મગનભાઈ ઠાકરેના પુત્ર શંકરભાઈ ઠાકરે જેઓ ટ્રેકરના ડ્રાઈવર તરીકે નિઝરના રહીશ ચંદ્રકાંતભાઈનુ ટ્રેકટર ચલાવતા હતા. તા.૦૯-૧૨-૨૦૨૦ ના દિને રાબેતા મુજબ શંકરભાઈ આઈશર ૪૮૫ ટ્રેકટર લઈને વેલ્દા ગામના મોહનભાઈ પટેલના ખેતરે રોટરી મારવા જઈ રહ્યા હતા.
તે દરમિયાન વેલ્દામા સુરેશ્ભાઈ સુદામભાઈ પટેલ માં ખેતર પાસે ઉતરતી જગ્યા હોવાથી ટ્રેકટર પલટી જતા ઘટના સ્થળે મોત નિપજયુ હતુ તે બાદ નીચે દબાયલા શંકરભાઈ ને ક્રેનની મદદથી બહારા કાઢવામા આવ્યા હતા. તેમને મોઢામાથી લોહી નિકડવુ અને છાતીના ભાગમા સખત ઈજા થયી હતી.ઘટના અંગે ઇમરજન્સી સેવા ૧૦૮ નો સંપર્ક કરતા બનાવ સ્થળે આવેલી ૧૦૮ ના ડોકટરે યુવાનની તપાસ કરી શંકરભાઈ ને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃત દેહને નિઝર સી.એચ.સી.ખાતે લાવી પી.એમ.સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.બનાવ અંગે નિઝર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application