Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ઉચ્છલના પાંખરી ગામની સીમમાંથી ટ્રકમાં લઇ જવાતો નીમ કોટેક યુરીયા ખાતર સાથે ૨ ઝડપાયા

  • September 12, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રકમાંથી શંકાસ્પદ રીતે ખેત વપરાશ અંગેનું સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતર સાથે ચાલક અને ક્લીનરને પકડી પાડી કુલ રૂપિયા ૧૦,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૧/૦૯/૨૦૨૪નાં રોજ ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામની સીમમાં આવેલ ભારત પેટ્રોલપંપની સામે ધુલીયાથી સુરત જતા હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક ટ્રકમાં નંબર MP/09/HH/1100 બોડીનાં ઉપર તાડપત્રી બાધેલ હોય જે આવતા તેને રોકી ચેક કરતા તેમાં બેસેલ ચાલકે ટ્રકમાં યુરીયા ખાતરની ગુણો ભરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રક ચાલક સાથેના ક્લીનરની પુછપરછ દરમિયાન ટ્રકમાં ભરેલ યુરીયા ખાતર શંકાસ્પદ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાતુ હોય, 


એગ્રીકલ્ચર ઓફિસર ઉચ્છલનાઓને બોલાવી કાર્યવાહી કરતા ટાટા ટ્રકમાં ટ્રકનાં ચાલક ઇદરીશ નજાકત અલી મકરાણી (ઉ.વ.૩૧., રહે.મોટી રાજમોહી, તા.અક્કકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) તથા ક્લીનર અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી (ઉ.વ.રર., રહે.મોટી રાજમોહી, તા.અક્કલ્કુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓના કબ્જામાંથી શંકાસ્પદ રીતે ખેત વપરાશ અંગેનું સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતરની કુલ ૪૦૦ નંગ બેગો જે એક બેગનું વજન ૪૫ કિલો જે કુલ્લ ૧૮૦૦૦/- કિલો હોય જે એક કિલો યુરીયાની આશરે કિંમત રૂપિયા ૨૦/- લેખે કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦/-નો અને ટાટા ટ્રક જેની કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૦,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application