ગુજરાત સરકારશ્રીની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે 181 મહિલા હેલ્પલાઇન. જે 24×7 નિશુલ્ક સેવાઓ આપી રહી છે.
આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુધી પેટ્રોલિંગ પણ કરશે.અભયમ રેસ્ક્યું ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવેલ છે ,આમ ગુજરાત ની મહિલાઓને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે.
મહિલાઓને ખાસ નિવેદન કે આપના પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમય માં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી,અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો,અજાણી વ્યક્તિ ને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓ ને અનુસરવાથી સુરક્ષિત અને આનંદ થી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે.
કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે.આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલમા "181 અભયમ" એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપ થી મેળવી શકાશે.ઇમરજન્સીમાં મદદ લઈ શકાશે નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ ઉત્સવમાં મહિલાઓની પડખે ઉભી રહી સમસ્યા અને મુશ્કેલીઓમાં હંમેશા આગળ રહેતી તાપી જિલ્લામાં પણ અભયમની ટીમ સજ્જ છે. આ સેવા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500