ઉચ્છલ તાલુકાના છેવડાના ગામમાં રહેતી યુવતીએ થોડા વર્ષો અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન જીવન દરમિયાનમાં પતિ, બે સંતાનો અને સાસુ, સહિત છેવાડાના ગામમાં ખેતી અને પશુપાલ સહિત, જનરલ સ્ટોરની નાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. નાના બાળકો દ્વારા દુકાનમાં નુકસાન થતું હોવાથી ઘરમાં વારંવાર ઘરમાં ઝગડાં થતા હતા. થોડા દિવસ આગાઉ મોટા દીકરાએ બિસ્કિટનું પેકેટ તોડીને બગાડ્યું હોવાથી સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થઇ જેમાં પતિએ પત્ની પર હાથચલાકી કરતા પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.
આ વેળાએ 181 ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી તમામ હકીકત જાણી બંને પક્ષનું કાઉન્સેલીગ કરી પીડિતાના પતિને ફરી હાથચલાકી ન કરે તેમજ બંને પક્ષે નાની નાની બાબતે ઝગડા ન કરવા, બાળકોનું ધ્યાન રાખવા અને દુકાનમાં નુકસાન થાય તો તેમને જ નુકસાન થશે તેવી સમજણ આપી સાસુ તેમજ પતિને ફરીવાર ઝગડો ન કરવા માટે બહેદરી લઇ સુખદ સમાધાન કરાવ્યું હતું. તેમજ 181 ટીમ તાપી દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી હતી. આમ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી પરિવારને તૂટતાં બચાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500