સફાઈ અભિયાનમાં ગ્રામજનો સ્વૈચ્છિક રીતે જોડાતા ગામની સુંદરતામાં વધારો થયો તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન જન આંદોલનમાં પરિણમતા વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ડોલવણ તાલુકાના ધંતુરી ગામે આંગણવાડી તથા ગ્રામ પંચાયત ખાતે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ભીના અને સુકા કચરાને અલગ અલગ એક્ઠ્ઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે વ્યારા તાલુકાના સાદડવણ ગામે દૂધ ડેરીની આસપાસ, તથા વાલોડ ગામે જાહેર રસ્તાની આસપાસ અને સોનગઢ તાલુકાના દુમદા ગામમાં રેલવે ફાટકની આજુ બાજુમાં સાફ-સફાઇ કરવામાં આવી હતી જેમા સરપંચશ્રી, સભ્યો તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ સફાઈ અભિયાનમાં ગ્રામજનો સ્વૈચ્છિક રીતે જોડાતા ગામની સુંદરતામાં વધારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application