Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગપુરમાં જુગારના અડ્ડા પર તાપી ડીવાયએસપી સ્ટાફના દરોડા

  • October 02, 2020 

 સિંગપુર ગામમાં વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસ જવાનોએ દરોડા પાડ્યા હતા. જુગારના સ્થળ પરથી કુલ રૂપિયા 52,368/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

 

તાપી ડીવાયએસપી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. સોનગઢ તાલુકાના સીંગપુર ગામમાં દાનીયેલ ફતેસિંગભાઈ ગામીતના ખેતરમાં બેસી લોકો પાસેથી તથા મોબાઈલ ફોન ઉપર મુંબઈ થી નીકળતા મિલન,કલ્યાણ બજારના આંકો ઉપર હાર જીતનો જુગાર રમી-રમાડી રોકડા રૂપિયા 11,868/- તથા જુગારના સાધનો તેમજ એક મોટર સાયકલ જેની કિંમત રૂપિયા 40,000/- મળી કુલ રૂપિયા 52,368/- ના મુદ્દામાલ સાથે ભરતભાઈ દિનેશભાઈ ગામીત રહે,મોટી ખેરવાણ,પારસી ફળિયું-સોનગઢ નો પકડાઈ ગયો હતો.

 

જયારે 5 આરોપીઓ નાશી છુટ્યા હતા. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application