તાપી પોલીસ દ્વારા તા.2૩મી મે ૨૦૨૩ નારોજ જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ અને વાહન ચેકિંગ દરમિયાન કુલ ૮ વ્યક્તિઓને કોઈ કેફી પીધેલ હાલતમાં નશા હેઠળ ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ ૧૪ જેટલા સ્થળોએ દરોડા પાડી દેશીદારૂ તેમજ ઈંગ્લીશદારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નિઝરના વેલ્દા ટાંકી ચાર રસ્તા પાસેથી બાઈક જીજે/૨૨/ઈ/૪૯૧૫નો ચાલક નરેશ સુપા વસાવા રહે, ટાવલી ગામ અક્કલકુવા નંદુરબાર-મહારાષ્ટ્ર નાનો તેમજ બાઈક નંબર નંબર જીજે/૨૨/ઈ/૪૦૧૫નો ચાલક માંગેશ લક્ષ્મણભાઈ વળવી રહે,ઉમરકુવા,અક્કલકુવા નંદુરબાર- મહારાષ્ટ્ર નાઓના વાહન ચેકિંગમાં કોઈ કેફી પીણું પીધેલ નશાની હાલતમાં પકડાઈ ગયા હતા.તેમજ નિઝરના વેલ્દામાં રહેતો વિક્રમભાઈ રાનીયાભાઈ પાડવી ના ઘરની પજારીમાંથી વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશી દારૂ મળી આવ્યો હતો, જોકે વિક્રમભાઈ પાડવીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઉચ્છલના જામલી ગામે જૂની જામલી ફળીયામાંથી મનસુખભાઈ શાંતાભાઈ વસાવા એ પોતાના ઘરની પજારીમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ દરોડામાં પકડાઈ ગયો હતો તેમજ ઉચ્છલના સુંદરપુર ગામ પાસેથી બાઈક નંબર જીજે/૨૬/એમ/૪૯૦૯ નો ચાલક અશોકભાઈ પરશુભાઈ વળવી રહે,બીલબારા ગામ ડોગી ફળિયું નવાપુર,નંદુરબાર -મહારાષ્ટ્ર નાનો કોઈ કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચેકિંગ દરમિયાન પકડાઈ ગયો હતો.
સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું સિંગપુર ગામના નિશાળ ફળીયામાં રહેતો સુમિતભાઈ રામુભાઈ ગામીતની ઇલેક્ટ્રિકની દુકાન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક વિમલના થેલામાં સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ- ૫૩ જેની કિંમત રૂપિયા ૪૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સ્થાનિક પોલીસના દરોડામાં મળી આવ્યો હતો. જોકે સુમિતભાઈ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, તેમજ સોનગઢના ગુણસદા ગામના બરડીપાડા ફળીયામાં રહેતી ગીતાબેન સુનીલભાઈ ગામીતે ઘરની પજારીમાં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગઈ હતી.
સોનગઢના કાવલા ગામના નવું ફળીયામાં રહેતો દિનેશભાઈ મીરજીભાઈ ગામીત દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસના દરોડામાં પકડાઈ ગયો હતો, સોનગઢના લક્કડકોટ માર્ગ પરથી અજીતભાઈ ભારજીભાઈ વસાવા તથા ગણેશભાઈ ગાંવજીભાઈ વસાવા બંને રહે, કાટીસકુવા ગામ તા.ઉચ્છલ નાનો કોઈ કેફી પીણાના નશા હેઠળ લથડીયા ખાતો સ્થાનિક પોલીસના હાથે પકડાઈ ગયો હતો.
વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું ચિખલવાવ ગામના નિશાળ ફળીયામાંથી કિરણભાઈ ખંડુભાઈ ચૌધરી દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયો હતો તેમજ વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું વડકુઈ ગામના ડુંગરી ફળીયામાંથી બિપીનભાઈ ચુનીલાલ ગામીત દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયો હતો.
વ્યારા તળાવ પોલીસ ચોકીની સામે તળાવ રોડ પાસેથી બાઈક નંબર જીજે/૨૬/એએફ/૦૮૯૫ નો ચાલક જીગ્નેશભાઇ જશવંતભાઈ ચૌધરી રહે, ખોડ તળાવ ડેરી ફળિયું તા.વ્યારા તથા દર્પણભાઈ શૈલેષભાઈ ચૌધરી રહે, સીસોર ગામ અમરાઈ ફળિયું તા.સોનગઢ નાઓના બંને જણા કોઈ કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચેકિંગ દરમિયાન પકડાઈ ગયો હતો તેમજ વ્યારાથી મદાવ ગામ તરફ જતા માર્ગ પરથી બાઈક નંબર જીજે/૨૬/એસ/૯૪૧૦ નો ચાલક કમલેશભાઈ વસંજીભાઈ ગામીત રહે, ટીચકિયા ગામ કસર ફળિયું તા.સોનગઢ નાનો કોઈ કેફી પીણાના નશા હેઠળ હોય પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
વ્યારાના બાલપુર ગામના દાદરી ફળીયામાં રહેતી મીરાબેન દેવસીંગભાઈ ગામીત ના ઘરની પજારીમાં વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશી દારૂ પોલીસના દરોડામાં મળી આવ્યો હતો,જોકે મીરાબેન ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તેમજ વ્યારાના મગરકુઈ ગામના જાગૃતિ ફળીયામાંથી ગીતાબેન તે વસંતભાઈ ગામીતએ ઘરની પજારીમાં વેચાણ અર્થે સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગઈ હતી.
વાલોડના રાનવેરી ગામના નિશાળ ફળીયામાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે શોભનાબેન અરવિંદભાઈ ગામીત નામની મહિલા પોલીસ રેડમાં પકડાઈ ગઈ હતી, તેમજ વાલોડના બેડકુવા ગામના ઉમરી ફળીયામાંથી છીતુભાઈ હનાભાઈ ગામીતના ઘરના પાછળના ભાગે આવેલ પજારીના ભાગેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જોકે છીતુભાઈ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ડોલવણના પાઠકવાડી ગામના ડુંગરી ફળીયામાંથી અંકિતાબેન હિતેશભાઈ ચૌધરી નામની મહિલા દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં પકડાઈ ગઈ હતી, તેમજ ડોલવણના ઢોડીયાવાડ ફળીયામાંથી સુરતાબેન ગુલાબભાઈ કોટવાળીયા નામની મહિલા દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં પકડાઈ ગઈ હતી, તેમજ ડોલવણના રામપુરા ગામના ખાખરી ફળીયામાંથી અજીતભાઈ સુરજીભાઈ ચૌધરી નાએ સંતાડી મુકેલ દેશી દારુ પોલીસ રેડમાં મળી આવ્યો હતો. જોકે અજીતભાઈ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આપ તાપી પોલીસ દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ૮ વ્યક્તિઓને કોઈ કેફી પીધેલ હાલતમાં નશા હેઠળ ઝડપી પાડ્યા હતા તેમજ ૧૪ જેટલા સ્થળોએ રેડ કરી દેશીદારૂ તેમજ ઈંગ્લીશદારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application