Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબી સ્કોડની ટીમે ગોડાઉનોમાંથી સીમેન્ટની ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા, કુલ રૂપિયા ૨,૨૦,૩૨૦/-ના મુદ્દામાલ કબજે કર્યો

  • August 10, 2022 


સોનગઢના વિસ્તારોમાંથી સિમેન્ટ ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં તાપી પોલીસ સ્ટાફના માણસોને સફળતા મળી છે, જીલ્લા એલસીબી સ્કોડની ટીમે આરોપીઓને પકડી તેઓ પાસેથી કુલ સિમેન્ટ અને ટેમ્પો સહિત કુલ રૂપિયા ૨,૨૦,૩૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. 




એલ.સી.બી. સ્કોર્ડ,તાપી તથા સ્કોર્ડના સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન સોનગઢ શ્યામ મારબલની નજીક સોનગઢ તરફ જતા સવિર્સ રોડ ઉપર આજરોજ એટલેકે,૧૦મી ઓગસ્ટ નારોજ આવતા જતા વાહનો ચેક કરતા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ ફુલસીંગભાઈ નાઓને મળેલ સંયુકત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે




એક ટાટા ACE ટેમ્પો નંબરજીજે/૨૬/ટી/૬૩૫૨, ટેમ્પો રોકી પૂછપરછ અને તપાસ કરતા ટેમ્પો ચાલક ડ્રાઈવર આરોપી- નદીમ સાબાશ પઠાણ (ઉ.વ.૨૮) રહે-સોનગઢ ઈસ્લામપુરા રેસ્ટ હાઉસની નજીક તા.સોનગઢ નાની પુછપરછ કરતા ટેમ્પોમાં વંડર કંપનીની સીમેન્ટની પીળા કલરની બેગ ભરેલ હોય સીમેન્ટ બાબતે વધુ કડકાઈથી પુછતા આરોપીએ કબુલ કરેલ કે આ સીમેન્ટની બેગો સુરજ સીમેન્ટ પ્રોડકટસની માલીકની જાણ બહાર ત્યાં કામ કરતો મનોજભાઈ શંકરભાઈ ગામીત રહે-સોનગઢ પરોઠા હાઉસ વાંકવેલ તા.સોનગઢ નાએ ચોરીને ટેમ્પોમાં ભરેલાનું અને આ અગાઉ પણ આવી રીતે સીમેન્ટની બેગો ચોરીને ભરી આપેલાનું કબુલાત કરી હતી.


આમ જીલ્લા એલસીબી સ્કોડની ટીમે, આરોપી નદીમ સાબાશ પઠાણના કબજામાંથી ૫૦ કિલોની વંડર કંપનીના સીમેન્ટની કુલ બેગ-૪૦ કુલ કિ.રૂ.૧૫,૩૨૦/- તથા મોબાઇલ ફોન- ૧ કિંમત રૂપિયા-૫૦૦૦/- તથા ટાટા ACE ટેમ્પો જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૨૦,૩૨૦/- ના મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપને અહીં જણાવી દઈએ છીએકે, એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામ,સંદિપભાઈ સુરજીભાઈ,પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ ફુલસીંગભાઈ,જયેશભાઈ બલીરામભાઈ  એલ.સી.બી. સ્કોર્ડ, તાપી નાઓએ કામગીરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application