જિલ્લા ખાણખનીજ વિભાગને પણ અન્ય તંત્રોની માફક આવકનો ટાર્ગેટ અપાયો હોય, તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજ ખનનથી સરકારી તિજોરીનો લક્ષ્યાંક પૂર્ણ કરી સબસલામતના કાગળિયા કામગીરી દેખાડી સરકારને ઉંધા ચશ્માં પહેરાવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
આ વિભાગના અધિકારીઓ પોતાનો જ લક્ષ્યાંક પૂર્ણ કરવા કામે લાગ્યા
તાપી નદીમાંથી તે પણ ખાસ કરીને નિઝર અને કુકરમુંડા વિસ્તારમાંથી પસાર થતી લોકમાતા (તાપી નદી) માંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી ઉલેચવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. અહીંના સ્થાનિક રાજકારણીઓ અને ખાણ ખનીજ વિભાગના છુપા આશીર્વાદથી રેતી ઉલેચવાનો સમગ્ર કારોબાર ખુબ ફૂલીફાલી રહ્યો છે. જોકે ખાણ ખનીજ વિભાગે પહેલાથી જ ખનીજ ખનનથી સરકારી તિજોરીનો લક્ષ્યાંક પૂર્ણ કરી આ વિભાગના અધિકારીઓ પોતાનો જ લક્ષ્યાંક પૂર્ણ કરવા કામે લાગ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે.
અહીંના લીઝ ધારકોને નીતિનિયમોની પરવા નથી
એમ તો સરકારશ્રી નિયમ મુજબ રેતીનો લીઝ ચલાવવા માટે અનેક નીતિ નિયમો બનાવવામાં આવેલા છે પરંતુ અહીંના લીઝ ધારકોને નીતિનિયમોની પરવા નથી, કારણે નિઝર અને કુકરમુંડાને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક ગામોમાં અહીંની તાપી નદી માંથી નીકળતી રેતીની સખત માંગ રહેતી હોય છે જેના કારણે અહીંના વિસ્તાર માંથી વહેતી તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું સુવ્યવસ્થિત ઢબે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
રોયલ્ટી કે પછી વજન કાંટા પાવતી પૂછવાની પણ હિંમ્મત અહીંનો એક પણ અધિકારી કરી સકતો નથી.
નિઝર તાલુકાના માર્ગો પર દિવસ અને રાત્રી દરમિયાન રેતી ભરેલા ઓવરલોડ વાહનો સતત અવરજવર કરતા જ હોય છે પરંતુ આ રેતી ભરેલા વાહનોને રોકી રોયલ્ટી કે પછી વજન કાંટા પાવતી પૂછવાની પણ હિંમ્મત અહીંનો એક પણ અધિકારી કરી સકતો નથી.જો ગેરકાયદેસર રેતી ભરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તો તેમના સમયસર મળતા હપ્તા બંદ થઈ જાય તેમ છે. કારણ કે તાપી નદીમાંથી રેતી ઉલેચવાનું સુવ્યવસ્થિત ઢબે નેટવર્ક ચલાવનારા સ્થાનિક રાજકારણીઓ અને અધિકારીઓના છુપા આશીર્વાદથી જ સમગ્ર ગૌરખ ધંધો કરતા હોય છે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
નદીઓમાં મોટાભાગે રેતી માફીઓએ કબ્જો જમાવી રાખ્યો
નિઝરના ભમસાળ,વ્યાવલ, સાતોલા, ચિંચોદા, બહુરૂપા, વાંકા-સજીપુર, અન્તૃલી. આશ્રવા, પીપલાસ, કોટલી, ચોરગામ, કાવઠા, નંદાદેવી જેવા વિસ્તારો માંથી પસાર થતી નદીઓમાં મોટાભાગે રેતી માફીઓએ કબ્જો જમાવી રાખ્યો છે,જેના કારણે આ રેતી માફિયાઓ દ્વારા સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ચુના ચોંપડવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.
સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે.
આ બાબતે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા જ હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર દેખાડવા પુરતી કાગળિયા કાર્યવાહી કરવામાં આવતી હોય છે,અહીંના અમુક નામચીન માથા ભારે રેતી માફિયાઓ સ્થાનિક અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતથી સુવ્યવસ્થિત ઢબે ગેરકાયદેસર રેતી ઉલેવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાપી નદી માંથી સેંકડો ટન ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવા આવી રહી છે. જેથી સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે.ત્યારે આ સમગ્ર બાબતે તાપી જિલ્લા કલેકટર સાહેબ તટસ્થ તપાસના આદેશ આપે તો રેતી ચોરીનું મસમોટું કૌભાંડ બાહર આવી શકે તેમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500