તાપી જિલ્લા SOG ગૃપને મળી મોટી સફળતા મળી છે,છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લા SOG (સ્પેશ્યલ ઓપરેશન) ગૃપનો સ્ટાફ હેડકોન્સ્ટેબલ દાઉદભાઈ,પોલીસકોન્સ્ટેબલ વિપુલભાઈ,દિગ્વિજયસિંહ રાઠોડ,ધનંજયભાઈ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ અને ધનંજયભાઈને સયુંકત રીતે મળેલ બાતમીના આધારે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નંબર 114/2011 ઈપીકો 406,420 અને 114 મુજબના ગુનાના છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિલીપભાઈ મનુભાઈ ચૌધરી (ઉ.વ.48) રહે,આમ્બીયા ગામ માજી સરપંચ ફળિયું-વ્યારા નાને તેના ઘરેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે, આમ તાપી જિલ્લા SOGએ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500