Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી RAC આર.જે.વલવી જમીન કૌભાંડમાં ભેરવાયા : આરોપીઓનો આંકડો વધીને ૬ થયો,વિગતવાર જાણો

  • October 13, 2023 

ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ કિંમતી સરકારે જમીન ઓછા ભાવે ફાળવી આચરાયેલા જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે વધુ ચાર મોટા માથાની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.જોકે આ ગુન્હામાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા અને જાણીતા બિલ્ડર કોન્ટ્રાક્ટર સંજય છોટા લાલ શાહ જેલમાં છે હવે ભુજની જાણીતી હોટલ મંગલમના માલિક હોટેલિયર પ્રકાશ તીર્થદાસ વઝીરાણી ઉપરાંત જે તે સમયે ભુજમાં ફરજ બજાવી ચૂકેલા સરકારી અધિકારીઓ આરડીસી ફ્રાન્સીસ સુવેરા,મામલતદાર આર.જે.વલવી અને સર્કલ ઓફિસર સુરેન્દ્ર વિશ્વનાથ દવેની અટક કરાઈ છે જે સાથે જ જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલ આરોપીઓ નો આંકડો વધીને ૬ થયો છે.

તાપીમિત્ર ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો

સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂર્વ આરડીસી ફ્રાન્સીસ સુવેરાનો કબજો ભુજ જેલમાંથી લેવાયો હતો તે વરસાણા (ગાંધીધામ)ના જમીન કૌભાંડમાં જેલમાં જ છે તેમની અને સર્કલ ઓફિસર તરીકે રહી ચૂકેલા સુરેન્દ્ર દવેની પૂછ પરછ કરાઈ રહી છે.જ્યારે જાણીતા હોટેલિયર પ્રકાશ વઝીરાણી અને ભુજના મામલતદાર રહી ચૂકેલા આર.જે.વલવી એ બંનેના રિમાન્ડ માટે ભુજ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

તાપીમિત્ર ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો

પ્રકાશ વઝીરાણીએ આ જમીન કોભાંડ આચરવા દરમિયાન જમીન પાસ કરાવવાની પ્રક્રિયામાં ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે જોકે તેઓ બિલ્ડર કોન્ટ્રાક્ટર સંજય શાહ સાથે કઈ રીતે સંકળાયેલા છે તે અંગે પણ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે,દરમિયાન આ કેસ અંતર્ગત કચ્છમાં ફરજ બજાવી ચૂકલા પૂર્વ આરડીસી અજીતસિંહ ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી કરાઈ છે જ્યારે સરકાર દ્વારા આ કેસમાં સીઆઈડી ક્રાઈમ વતી વિશેષ સરકારી વકીલ તરીકે એચ.બી.જાડેજા ની નિમણૂક કરવામાં આવી છે. આપને અહિ જણાવી દઈએ ભુજના મામલતદાર રહી ચૂકેલા આર.જે.વલવી હાલ તાપી જિલ્લામાં RAC તરીકે ફરજ બજાવી રહ્યા છે.(4:47) 


તાપીમિત્ર ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application