તાપી એલસીબીએ બાતમીના આધારે એક રિક્ષા અટકાવી તપાસ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગી એવા ગોળ-મહુડા અને નવસારની પાટો મળી આવી હતી. આ બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની અટક કરી 16 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
નિઝર અને કુકરમુન્ડા તાલુકામાં મહારાષ્ટ્રના કેટલાક વેપારીઓ દ્વારા દેશી દારૂ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા ગોળ-મહુડા અને નવસારની પાટો મોકલવામાં આવતી હોવાની બાતમી તાપી એલસીબીને મળતા કુકરમુન્ડાના હથોડા ગામ નજીક રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક રિક્ષા નંબર MH-43-AD-5467 નજરે પડતા એને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષા માંથી દારૂ બનાવવા ના ઉપયોગમાં લેવામાં આવતો 684 કિલો ગોળ કે જેની કિંમત રૂપિયા 13,680 અને 76 કિલો મહૂડા ફૂલ કિંમત 1520 તથા 313 જેટલી નવસાર ની પાટ કિંમત 1565 કબ્જે લેવામાં આવી હતી. રિક્ષાચાલક રાજેશ બ્રહ્મદેવ રાજકુળે રહે,તળોદા જી.નંદરબારની પૂછપરછ કરવામાં આવતા આ ગોળ-મહુડા નો જથ્થો તળોદા મેઈન રોડ પર દુકાન ધરાવતા નિખિલ નેમીચંદ તુરખીયા એ ભરાવ્યો હતો અને હથોડા ગામે જુદાજુદા 15 ઈસમો ને પૂરો પાડવાનો હતો.
આ બનાવમાં રિક્ષાચાલક પાસે થી રોકડા 23,030 મળી આવ્યા હતા અને એક મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે કુલ રૂપિયા 94,795 નો મુદામાલ સીઝ કરી નિખિલ સહીત કુલ 16 ઈસમ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500