Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબીએ રૂપિયા 1.21 લાખનો ગાંજો ઝડપી પાડ્યો,આરોપી ફરાર

  • September 18, 2020 

તાપી જિલ્લા એલસીબી શાખાના પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે વ્યારા-વીરપુર માર્ગ પર વોચમાં હતા. તે દરમિયાન એક નંબર વગરની મોપેડ ઉપર એક યુવાન સ્કૂલ બેગ જેવો થેલો ભેરવી પૂરઝડપે પસાર થતો હોય પોલીસે તેનો પીછો કરતાં આ યુવાન મોપેડ મૂકી અંધારાનો લાભ લઈ ઝાડીમાં ભાગી છૂટ્યો હતો.

 

એલસીબી એ યુવક ની ઠેરઠેર તપાસ કરવા છતાં કોઈ પતો લાગ્યો ન હતો. એલસીબી ની ટીમે રસ્તા ની બાજુ માં પડેલ  મોપેડ ની તલાસી લીધી જેમાં મોપેડ ના આગળ ના ભાગમાં બે સ્કૂલ બેગ માં ગાંજો નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી એ ગાંજો બહાર કાઢી વજન કરતા કુલ  12.104 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જેની કિંમત રૂપિયા 1.21 લાખ તેમજ મોપેડ કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ 1,51,040/- નો મુદામાલ  કબજે લીધો હતો.

 

બનાવ અંગે એએસઆઇની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application