સોનગઢ અને બાજીપુરા ગામના હાઇવે માર્ગ પરથી જુદીજુદી કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે, જોકે કારમાં દારૂ ભરી આપનાર અને મંગાવનાર તથા ભાગી જનારને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક ટાટા ઈન્ડીગો ફોર વ્હીલ ગાડીમાંથી દારૂ મળી આવ્યો
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ તા.૩૦મી ઓગસ્ટ નારોજ બે જુદીજુદી ટીમ વાલોડ અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે એક ટીમે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક ટાટા ઈન્ડીગો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૯/એમ/૪૧૨૮ ને ઝડપી પાડી તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ/ટીન મળી કુલ નંગ-૧૪૨ જેની કિંમત રૂપિયા ૧૧,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે કાર ચાલક નીતિનભાઈ અરવિંદભાઈ વળવી રહે,નવા ફળિયું-ઉચ્છલ નાને ઝડપી પાડી પૂછ પરછ હાથ ધરતા મહારાષ્ટ્રમાં આવેલ હીરા વાઈન શોપ પરથી કોઈ ઇસમે દારૂ ભરી આપ્યો હતો જયારે દારૂ મંગાવનાર ધર્મેશભાઈ રાજુભાઈ હળપતિ રહે,શ્યાદલા-વાલોડ નાનો હોવાની કબુલાત કરી હતી,બાદમાં બંને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા, આ મામલે હેડકોન્સ્ટેબલ અનિરુધ્ધભાઈની ફરિયાદના આધારે કારમાંથી મળી આવેલ રૂપિયા ૧૧,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ,આરોપીઓ પાસેથી મળી આવેલ રૂપિયા ૫ હજારનો ૧ ફોન તેમજ કારની કિંમત રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૬૬,૮૦૦/-ના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાજીપુરા ગામની સુમુલ ડેરી ઓવર બ્રીજના છેડેથી કારમાં લઇ જવાતો દારૂ સાથે ૧ આરોપી પકડાયો,૧ નાશી છુટ્યો
જયારે બીજા બનાવમાં વાલોડ વાલોડના બાજીપુરા ગામની સુમુલ ડેરી ઓવર બ્રીજના છેડેથી એક ટાટા મનઝા કાર નંબર જીજે/૦૫/સીએન/૧૯૩૭ ને ઝડપી પાડી કારમાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ-૪૮૯ જેની કિંમત રૂપિયા ૪૧,૮૪૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે કાર ચાલક રાજેશભાઈ સુરેશભાઈ વસાવે રહે,વસાવા ફળિયું,ચીચપાડા તા.નવાપુર-મહારાષ્ટ્ર નાને ઝડપી પાડ્યો હતો, જોકે સાથેનો ૧ આરોપી હરીશભાઈ ફતેસિંગભાઈ વસાવા રહે,સારવટ તા,નવાપુર-મહારાષ્ટ્ર નાનો નાશી છુટ્યો હતો,બાદમાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો,આ મામલે પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈની ફરિયાદના આધારે કારમાંથી મળી રૂપિયા ૪૧,૮૪૦/- નો પ્રોહી મુદ્દામાલ, આરોપી પાસેથી મળી આવેલ રૂપિયા ૫૦૦/- નો ૧ ફોન તેમજ કારની કિંમત રૂપિયા ૧ લાખ મળી કુલ રૂપિયા ૧,૪૨,૩૫૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500