કલાકારોની કલાઓને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ-૨૦૨૨-૨૩નું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે.તાપી જિલ્લામાં કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં લોકવાદ્યો,તબલા,હારમોનિયમ,લોકગીત/ભજન,સુગમ સંગીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
હારમોનિયમ વાદનમાં ૨૧ થી ૫૯ વર્ષના વયજૂથમાં જિલ્લા કક્ષાએ જિલ્લા માહિતી કચેરી,વ્યારા ખાતે ફરજ બજાવતા અલ્કેરકુમાર તુલસીભાઈ ચૌધરી પ્રથમ સ્થાને આવ્યા હતા. જ્યારે સોનગઢના રાકેશ એન.ગામીત બીજા નંબરે આવ્યા હતા.પારંપારિક લોકસંગીતને જાળવી રાખવા માટેની ખેવના ધરાવનાર અલ્કેશકુમારે દક્ષિણ ગુજરાતની આદિવાસી લોકસંગીતની કાબીલેદાદ શૈલી રજુ કરી દર્શકોને ડોલાવ્યા હતા. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને કલાપ્રેમીઓએ તેમની કલાને બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500