તાજેતરમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ" અંતર્ગત તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની તાપીનાં માર્ગદર્શન હેઠળ બેંક ઓફ બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલિમ સંસ્થાન, તાપી(ઇન્દુ) ખાતે યોજનાકીય માહીતી તેમજ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં "બેટી બચાઓ, બેટી પઢાઓ" સેલ તાપી યોજના હેઠળ સમાજમાં દિકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લગતી તમામ સામાજિક માનસિકતામાં બદલાવ લાવી જાતિગત ભેદભાવમાં બદલાવ લાવવા અંગેની કાયદાકીય જાગૃતિકરણની માહિતી આપવામાં આવી હતી.
ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી (DHEW) અને જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વ્યારા દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ સાથે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલર દ્વારા મહિલાઓની જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશન અને ૧૮૧ મહિલા અભયમના કર્મચારીઓ દ્વારા ૧૮૧ની સેવાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી વ્યારાનાં કર્મચારીઓ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application