Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા એસઓજી એ નવ માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

  • November 02, 2020 

તાપી જિલ્લા એસઓજી સ્ટાફના માણસો આજરોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ને મળેલ બાતમીના આધારે

 

વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલો અને છેલ્લા નવ માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિકાસકુમાર ઉર્ફે વિકી બચુભાઈ ચૌધરી (ઉ.વ.21) રહે,ડુંગરી,ઝાબ ફળિયું તા.મહુવા જી.સુરત નાને વાલોડના એસ્સાર પેટ્રોલ પમ્પ પાસેથી ઝડપી પાડવામાં જિલ્લા એસઓજી પોલીસને સફળતા મળી હતી,

 

આરોપી વિકાસકુમાર ઉર્ફે વિકી ચૌધરીની વધુ પૂછ પરછ કરતા વાલોડ પોલીસ મથકે દાખલ થયેલ ગુનાની કબૂલાત કરી હતી અને છેલ્લા નવ માસથી નાસતો ફરતો વોન્ટેડ હતો. પકડાયેલા આરોપીની હાલ સીઆરપીસીની કલમ 41(1) આઈ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application