વર્ષ-૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (Internataiol yoga day) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો છે. ચાલુ વર્ષમાં પણ, આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર–આંગન યોગ” થીમ અંતર્ગત ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આજે તારીખ ૨૧મી જૂન ૨૦૨૩ના 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિને તાપી જિલ્લા આરોગ્ય વિભાગના જુદા-જુદા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. તાપી જીલ્લાના કુલ-૨૮૭ આરોગ્ય સંસ્થા ખાતે આ ઉજવણી યોજવામાં આવી હતી. જે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ, પ્રજાજનો મળી કુલ ૮૧૨૫ લોકો સહભાગી બન્યા હતા તેમણે યોગાનું મહત્વ સમજાવી યોગા અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500